ગેજેટ ડેસ્કઃ ફ્રી મેસેજિંગ સર્વિસ વૉટ્સએપમાં સતત નવા ફિચર્સ અપડેટ થયા રહે છે. દરેક નવા અપડેટ પછી એપ વધુ યૂઝર ફ્રેન્ડલી બની રહી છે. આમાં કેટલીય ટ્રિક્સ અને ફિચર્સ એવા છે જે આને વધુ બેસ્ટ બનાવે છે, પણ કેટલાક યૂઝર્સ આના વિશે જાણતા નથી. અહીં અમે તમને 7 નવી વૉટ્સએપ ટ્રિક્સ બતાવીએ છીએ જે કદાચ જ તમે જાણતા હોય.
* આવી રીતે બદલો કોઇની પણ DP
1. બીજાની પ્રોફાઇલ પિક બદલવી
* કેવી રીતે કરશો
સૌથી પહેલા જે બે કૉન્ટેક્ટ્સની DP બદલવી હોય તેને સેવ કરો
File Manager> WhatsApp> Media> WhatsApp Profile picture
મા જઇને બન્ને ઇમેજના નંબર એકબીજામાં રિનેમ કરી દો, નંબર પછી .jpg લખવાનું ના ભૂલવું.
– આમ કર્યા પછી પાછા કૉન્ટેક્ટ્સમાં જાઓ અને પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરો. બન્ને પ્રોફાઇલ પિક્ચર બદલાઇ ગયેલી દેખાશે.
નોટઃ આ ટ્રિક માત્ર ફન માટે છે, આનું કોઇના વૉટ્સએપ એકાઉન્ટ હેક કરવા કે તેનો ફોટો ચેન્જ કરવા સાથે કોઇ લેવા-દેવા નથી. બદલેલી ફોટો ફક્ત તમને જ દેખાશે કોઇ બીજાને નહીં.