Share on Facebook
Tweet on Twitter

લંડન: 1996 બાદ પાકિસ્તાને લોર્ડ્સના મેદાન પર પ્રથમ ટેસ્ટ મેચમાં યજમાન ઇંગ્લેન્ડને 75 રને હરાવ્યું હતું. ચોથી ઇનિંગમાં જીત માટે 283 રનના પડકારનો પીછો કરતા ઇંગ્લેન્ડની ટીમ 207 રને ઓલ આઉટ થઇ ગઇ હતી. મેચ જીત્યા બાદ આખી ટીમે 10-10 પુશઅપ કરીને જીતની ઉજવણી કરી હતી.

યાસિર શાહ પ્લેયર ઓફ ધ મેચ જાહેર
પાક.તરફથી હીરો બનેલા સ્પિનર યાસિર શાહને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. યાસિરે પ્રથમ ઇનિંગમાં 6 જ્યારે બીજીમાં 4 વિકેટ સાથે 10 વિકેટ ઝડપી હતી. આ સાથે જ લોર્ડ્સમાં કેટલાક રેકોર્ડ્સ પણ બન્યા હતા. ટેસ્ટના ઇતિહાસમાં આ ગ્રાઉન્ડ પર પાક.-ઇંગ્લેન્ડનો રેકોર્ડ 4-4થી બરાબર થઇ ગયો હતો. અત્યાર સુધી લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયાનું પ્રદર્શન (15-7) તેનાથી સારૂ રહ્યું છે.
યાસિરે એશિયા બહાર 1st ટેસ્ટમાં બનાવ્યો રેકોર્ડ
– યાસિરે એશિયા બહાર પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. લોર્ડ્સમાં તેને 10 વિકેટ ઝડપી હતી.
– ચાર મેચોની સીરિઝમાં પાકે.1-0ની લીડ બનાવી લીધી છે.
– આ ટેસ્ટમાં 42 વર્ષના પાકિસ્તાનના કેપ્ટન મિસબાહ-ઉલ-હકે પ્રથમ ઇનિંગમાં સદી (114 રન) ફટકારતા રેકોર્ડ બનાવ્યો હતો. મિસબાહે સદી બાદ પુશઅપ કરીને જીતની ઉજવણી કરી હતી.
– મિસબાહે જણાવ્યુ હતું કે ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા મેમાં પાક.ખેલાડીઓએ કરાંચીમાં આર્મીના એક બૂટ કેમ્પમાં ભાગ લીધો હતો.
– તેમણે પાક.જવાનોને દાવો કર્યો હતો કે જો તે સદી ફટકારે છે તો સૈનિકોના સન્માનમાં કઇક અનોખું જરૂર કરશે.
– મેચ જીત્યા બાદ આખી ટીમે 10-10 પુશઅપ કરીને જીતની ઉજવણી કરી હતી.
ટેસ્ટમાં બ્રોડની 350 વિકેટ પૂરી, ઇંગ્લેન્ડનો ત્રીજો બોલર બન્યો
SOURCEdivyabhaskar
  • TAGS
  • #ઇંગ્લેન્ડ
  • #પાકિસ્તાન
SHARE
Facebook
Twitter
Previous articleSneak peek at Miss India Kolkata 2016 bikini shoot
Next articleSupreme Court To Prononunce Verdict On Lodha Committee Recomendations

NO COMMENTS