સાપુતારા: ગિરિમથક સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લાના પ્રાકૃતિક સ્થળો વર્ષાઋતુમાં સોળેકળાએ ખીલી ઉઠતા પ્રકૃતિપ્રેમીઓમાં ખુશીની લાગણી છવાઈ છે. રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા પ્રકૃતિક સંપદાઓ અને સુંદરતાનો ખજાનો છે. અહીં ગિરિકંદરાઓમાં મેઘસવારી કરતા હોઈએ એવા અનુભવોથી બે-ચાર કલાક મુલાકાત માટે આવેલા પ્રવાસીઓ બે-ચાર દિવસ રોકાઈ જવાનું પસંદ કરે છે. વહેતા ઝરણાઓનું સંગીતમાં હરકોઈ મુલાકાતીને કાયમ માટે વસી જવાની મહેચ્છા જાગે છે. વઘઈ નજીકનો ગીરા ધોધ પણ મોસમમાં પહેલી વખત સોળેકળાએ ખીલી ઉઠતા પ્રકૃતિપ્રેમીઓમાં આનંદ છવાયો છે. જ્યારે ડાંગના અન્ય સ્થળોએ પ્રકૃતિએ સોળે શણગાર સજ્જતા વનરાજી પ્રવાસીઓને આવકારવા થનગની ઉઠી છે. તસવીર-પાંડુ ચૌધરી સિઝનમાં પ્રથમવાર વઘઇ નજીક ગીરા ધોધ શરૂ થયો છે.
સાપુતારાની સુંદરતાનો ખજાનો, ગીરા ધોધનો આવો છે નયનરમ્ય નજારો
સાપુતારા: ગિરિમથક સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લાના પ્રાકૃતિક સ્થળો વર્ષાઋતુમાં સોળેકળાએ ખીલી ઉઠતા પ્રકૃતિપ્રેમીઓમાં ખુશીની લાગણી છવાઈ છે.
- tweet