Share on Facebook
Tweet on Twitter
મુંબઈઃ સિગિંગમાં નામ મેળવી ચૂકેલી સુનિધી ચૌહણ હવે એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું છે. સુનિધી શોર્ટ ફિલ્મ ‘પ્લેઈંગ પ્રિયા’માં જોવા મળશે. આ ફિલ્મને આરિફ અલીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મની વાર્તા એક હાઉસવાઈફની છે, જે ઘરે એકલતામાં ઝઝૂમી રહી છે. સુનિધી અંગે ચાહકો ઘણું ઓછું જાણતા હોય છે. સુનિધીએ બે લગ્ન કર્યાં છે. સુનિધીએ માત્ર 18 વર્ષની ઉંમરે કોરિયોગ્રાફર બોબી ખાન સાથે લગ્ન કર્યાં હતાં.
એક વર્ષમાં જ તૂટ્યા પહેલાં લગ્નઃ
સુનિધીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે બોબી સાથે ઘણી જ ખુશ હતી. સાસરે પણ તેને પુત્રીની જેમ રાખવામાં આવતી હતી. બોબી તેને ઘણો જ પ્રેમ કરતો હતો. સુનિધીએ પરિવારની વિરૂદ્ધ જઈને આ લગ્ન કર્યાં હતાં. જોકે, 2002માં થયેલાં આ લગ્ન 2003માં તૂટી ગયા હતાં. નવ વર્ષ બાદ એટલે કે 2012માં સુનિધીએ બીજા લગ્ન મ્યૂઝિક ડિરેક્ટર હિતેશ સૈનિક સાથે કર્યાં હતાં.
13 વર્ષની ઉંમરથી સિગિંગ કરે છે સુનિધીઃ
સુનિધીએ માત્ર 13 વર્ષની ઉંમરથી સિગિંગ કરિયરની શરૂઆત કરી હતી. 1996માં આવેલી ફિલ્મ ‘શસ્ત્ર’માં તેણે પહેલું ગીત ‘લડકી દિવાની દેખો…’ ગાયું હતું. ત્યારબાદ સુનિધીએ અનેક બોલિવૂડ ફિલ્મ્સના સોંગ્સ ગાયા છે. સુનિધીએ માત્ર હિંદી જ નહીં પરંતુ ઉર્દૂ, પંજાબી, મરાઠી, તમિલ, તેલુગુ, ભોજપુરી, બંગાલી, અસમી, ગુજરાતી અને નેપાલી સોંગ્સ પણ ગાયા છે.
સોશ્યિલ મીડિયામાં છે એક્ટિવઃ
સુનિધી ચૌહણ સોશ્યિલ મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. તે ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફેસબુક જેવી સોશ્યિલ સાઈટ્સથી ચાહકો સાથે સતત સંપર્કમાં રહે છે
SOURCEbollywood.divyabhaskar
  • TAGS
  • #18 વર્ષની
  • #પહેલાં #લગ્ન #life
  • #સુનિધી
SHARE
Facebook
Twitter
Previous article‘Aashiq Tera’ Song from Happy Bhag Jayegi
Next articleજાપાનઃ વિકલાંગ સુવિધા કેન્દ્રમાં છરીથી હુમલો, 19નાં મોત, 26 ઈજાગ્રસ્ત

NO COMMENTS