સાપુતારાની સુંદરતાનો ખજાનો, ગીરા ધોધનો આવો છે નયનરમ્ય નજારો

0
26
Share on Facebook
Tweet on Twitter

સાપુતારા: ગિરિમથક સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લાના પ્રાકૃતિક સ્થળો વર્ષાઋતુમાં સોળેકળાએ ખીલી ઉઠતા પ્રકૃતિપ્રેમીઓમાં ખુશીની લાગણી છવાઈ છે. રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા પ્રકૃતિક સંપદાઓ અને સુંદરતાનો ખજાનો છે. અહીં ગિરિકંદરાઓમાં મેઘસવારી કરતા હોઈએ એવા અનુભવોથી બે-ચાર કલાક મુલાકાત માટે આવેલા પ્રવાસીઓ બે-ચાર દિવસ રોકાઈ જવાનું પસંદ કરે છે. વહેતા ઝરણાઓનું સંગીતમાં હરકોઈ મુલાકાતીને કાયમ માટે વસી જવાની મહેચ્છા જાગે છે. વઘઈ નજીકનો ગીરા ધોધ પણ મોસમમાં પહેલી વખત સોળેકળાએ ખીલી ઉઠતા પ્રકૃતિપ્રેમીઓમાં આનંદ છવાયો છે. જ્યારે ડાંગના અન્ય સ્થળોએ પ્રકૃતિએ સોળે શણગાર સજ્જતા વનરાજી પ્રવાસીઓને આવકારવા થનગની ઉઠી છે. તસવીર-પાંડુ ચૌધરી સિઝનમાં પ્રથમવાર વઘઇ નજીક ગીરા ધોધ શરૂ થયો છે.

  • TAGS
  • #ગીરા
  • #ધોધ
  • #સાપુતારા
SHARE
Facebook
Twitter
Previous articleઆ કંપનીઓએ સસ્તાં કર્યા 3G/4G Data પ્લાન, જાણો કેટલો થયો ઘટાડો
Next articleહવે દલિતોનો ગુસ્સો ફાટ્યો, ગોંડલ હાઈવે ચક્કાજામ, બસો સળગાવી