ગેજેટ ડેસ્કઃ વૉટ્સએપ અથવા તો કોઇપણ મેસેજિંગ એપને યૂઝ કરવા ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડે છે. પણ આવી એપ્સને ઇન્ટરનેટ વિના જ યૂઝ કરી શકાય તો કેવું સારું? હવે તે પણ શક્ય બન્યું છે. માર્કેટમાં એક એવું સિમ અવેલેબલ છે જેની મદદથી તમે ઇન્ટરનેટ વિના જ વૉટ્સએપ યૂઝ કરી શકો છો. તેનુ નામ છે ‘ચેટ સિમ’,. આ સિમને ફોનમાં લગાડવાથી વૉટ્સએપ કે કોઇપણ મેસેજિંગ એપ્સ ઇન્ટરનેટ વિનાજ યૂઝ થઇ શકે છે. જાણો કઇ રીતે…?
* ક્યાંથી ખરીદશો ચેટ સિમ?
– ચેટ સિમ ખરીદવા માટે સૌથી પહેલા કંપનીની ઓફિશિયલ વેબસાઇટ www.chatsim.com ની વિઝીટ કરો.
– ત્યારપછી Buy Sim પર ક્લિક કરી, સ્ટેપ્સ ફોલો કરીને ઓર્ડર પ્લેસ કરી શકો છો.
– આ સિમ ઇ-કોમર્સ વેબસાઇટ amazon.com પર પણ અવેલેબલ છે.